Boloh - Gujarati

બ્લેક, એશિયન અને લઘુમતી એથનિક કુટુંબ કોવિડ -19 હેલ્પલાઇન

Boloh, બર્નાર્ડોની કોવિડ-19 હેલ્પલાઇન અને જેઓ 11 વર્ષથી ઉપરના છે તેઓ માટે વેબચેટમાં સ્વાગત છે

અમને 0800 1512605 પર કૉલ કરો અથવા ઑનલાઇન ચેટ કરો

શું તમે અશ્વેત, એશિયન અથવા લઘુમતી વંશના બાળક, યુવાન, માતા કે પિતા અથવા સંભાળકર્તા છો જેઓ કોવિડ-19થી પ્રભાવિત થયા હોય? તમે આ સમય દરમિયાન તમારી ચિંતાઓ, સમસ્યાઓ અને તણાવ વિશે અમારી સાથે વાત કરી શકો છો અને અમે ભાવનાત્મક સહાયતા, વ્યાવહારિક સલાહ તથા જેઓ વધુ મદદ કરી શકે એવી સંસ્થાઓ તરફ તમને દોરી શકીએ છીએ.

જો તમે પ્રોફેશનલ હો તો તેઓ જે બાળક અથવા યુવાન સાથે કામ કરતા હોય તેઓની સહાયતા કેમ કરવી તે અંગે ચર્ચા કરવા માટે પણ અમારો સંપર્ક કરી શકો છો.

અમારી સાથે વાત કરો

અમે સોમવારથી શુક્રવાર, બપોરે 1થી રાત્રે 8 વાગ્યા સુધી વાત કરવા માટે ઉપલબ્ધ છીએ.

ઘણી ભાષાઓમાં Bolohનો અર્થ બોલવું એમ થાય છે.

જો તમને મહામારીની અસર થઈ હોય અને તમને સલાહ જોઈતી હોય અથવા કોઈની સાથે વાત કરવા માંગતા હો તો તમે 0800 1512605 પર ગોપનીય રીતે અમને કૉલ કરી શકો છો અથવા જો તમે ઇચ્છતા હો તો નિષ્ણાત સહાયતા સલાહકાર સાથે ઑનલાઇન ચેટ કરી શકો છો, તમે જમણી તરફ નીચેની બાજુએ  આઇકન પર ક્લિક કરીને લાઇવ વેબચેટ દ્વારા આમ કરી શકો છો. અમારો તાલીમ પામેલ સ્ટાફ સોમવારથી શુક્રવાર બપોરે 1થી રાત્રે 8 વાગ્યા સુધી તમારા ફોન કૉલ માટે પ્રતીક્ષા કરે છે.

જો તમે કોઈના વિયોગમાં ઝૂરી રહ્યા હો, સ્વાસ્થ્ય ખરાબ હોય, લૉકડાઉનને કારણે ઉદાસી કે ચિંતા અનુભવી રહ્યા હો, એકલા પડી ગયા હો એવું લાગતું હોય, મિત્રો અથવા કુટુંબીજનો વિશે ચિંતા થતી હોય, તમારી આર્થિક સ્થિતિ, બેરોજગારી વિશે ચિંતિત હો, ધાકધમકી અથવા જાતિવાદનો અનુભવ કર્યો હોય, બેઘરપણા કે ઘરથી કાઢી મૂકવા અંગેની સમસ્યાઓ હોય, શાળા/યુનિવર્સિટીમાં પાછા ફરવા વિશે ચિંતા હોય અથવા અન્ય કોઈ પણ સમસ્યા હોય તો અમે તમને સહાયતા કરવા માટે છીએ. અમારા નિષ્ણાત મનોચિકિત્સકોની ટીમ તમને આ મુશ્કેલ સમયમાં અવિરત સહાયતા કરી શકે છે.

ફોન પર, અમારા હેલ્પલાઇન સલાહકારો અંગ્રેજી, ઉર્દૂ, પંજાબી અથવા હિન્દીમાં તમારી સાથે વાત કરી શકે છે.

અમારા મનોચિકિત્સકો અંગ્રેજી, હિન્દી, બંગાળી, ફ્રેન્ચ અને પંજાબીમાં ચિકિત્સકીય સહાયતા પૂરી પાડી શકે છે.